જો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજે અમે સોનુ અને ચાંદીના ભાવ વિશે માહિતી આપવાના છીએ. તો જો દર્શક મિત્રો 22 કેરેટ સોનાના ભાવની આજરોજ મતલબ કે પાંચ માર્ચ 2024 ના રોજ વાત
કરવામાં આવે તો 10 ગ્રામ સોનાના ભાવમાં 700 નો અધધ મોટો વધારો થયો છે અને આ વધારા સાથે 22 કેરેટ સોનુ 59500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે.24 કેરેટ સોનાના ભાવની જો મિત્રો ચર્ચા કરવામાં આવે તો 10 ગ્રામ સોનાના ભાવમાં 760 રૂપિયાનો મોટો વધારો થયો છે
અને આ વધારા સાથે સોનું 64,900 પ્રતિ 10 ગ્રામની સપાટી પહોંચી ગયું છે. વડીલ લોકોને થતું હશે કે એક દિવસ સોનું કેટલું સસ્તું હતું અને આજે કેટલું મોંઘું થઈ ગયું છે ત્યારે નિષ્ણાતો હજુ કહે છે કે એક થી બે વર્ષની અંદર સોનુ લાખ રૂપિયા ની બહાર પહોંચી જશે.
પાંચ માર્ચ 2024 ના રોજ ચાંદીના ભાવ પર નજર કરવામાં આવે તો આજે સોનાની સાથે સાથે જ એક કિલો ચાંદીના ભાવમાં પણ 1100 રૂપિયાનો મોટો વધારો થયો છે. અને આ મોટા વધારા સાથે
ચાંદી 74,700 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે. દોસ્તો હવે તો લાગી રહ્યું છે કે આજનો દિવસ જ ખરાબ છે કારણ કે સોનાની સાથે ચાંદી પણ મોંઘો થઈ ગયું છે ત્યારે સોનુ અને ચાંદી ખરીદનારા લોકો માટે થોડા દુઃખ ના સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment