નદી કે તળાવમાં ભગવાનના નામના સિક્કાઓ શા માટે ફેંકવામાં આવે છે? કારણ જાણીને કહેશો કે ઋષિમુનિઓના વિચાર તો એમ હો…

હિન્દુ ધર્મમાં દાનને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પૂજા હોય કે તહેવાર હોય કે દરેક વ્યક્તિ દાન અવશ્ય કરે છે અને એવું માનવામાં પણ આવે છે કે જે કોઈ વ્યક્તિ દાન કરે છે તેના પર ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે ત્યારે ઘણા બધા લોકો એવા હોય છે

જે જરૂરિયાતમંદ લોકોને સિક્કા આપવાની બદલે નદી કે તળાવમાં ફેંકી દેતા હોય છે અને આની પાછળ એક ધાર્મિક કારણ છે.પ્રાચીન સમયમાં નદીઓ પાણીનો મુખ્ય સ્ત્રોત હતો અને પીવાના પાણી માટે માત્ર નદીના પાણીનો ઉપયોગ થતો હતો તેથી તે સમયે લોકો નદીના પાણીને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી હતું

એટલે પ્રાચીન સમયમાં તાંબાના સિક્કા પ્રચલિત હતા અને તાંબાનું ધાતુ પાણીને સાફ અને શુદ્ધ કરવાનું કામ કરે છે તેથી તે સમયના લોકો નદીમાં સિક્કાઓ ફેકતા હતા જેથી પાણી સારું રહે અને આ હેતુ એક પરંપરા બની ગયો.ધાર્મિક માન્યતા અનુસાર લોકો કહે છે

કે તળાવ અથવા નદીમાં દેવતાના નામના સિક્કાઓ ફેકવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને નદીઓમાં સિક્કા ફેંકવા એ ધર્મ સાથે જોડાયેલી વાત છે કારણ કે તે સમયે લોકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી

સમજાવો ખૂબ જ મુશ્કેલ હતું તેથી ઋષિમુનિઓ આ સમસ્યાનો ઉકેલ ધર્મ સાથે જોડીને શોધી કાઢ્યો હતો અને નદી કે તળાવમાં દેવી-દેવતાઓના નામના સિક્કા ફેંકવાથી તમામની મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવું લોકોના મનમાં હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*