દોસ્તો આજે જે છોકરીની વાત કરવાના છીએ તેનું બાળપણ અને યુવાની અત્યંત ગરીબી અને વંચિતતામા વીત્યું હતું. પાંચ પાંચ રૂપિયા માટે મજૂરી કરનારી આ મહિલા આજે અમેરિકામાં પોતાની સોફ્ટવેર કંપની ચલાવે છે અને હવે તે અબજો ડોલરની બની ગઈ છે. અમે આજે જેની વાત કરી રહ્યા છીએ તે વ્યક્તિનું નામ જયોતી રેડી છે.
તેલંગાણા ના વારગલ માં જન્મેલી જયોતી ના પિતા ખૂબ જ ગરીબ હતા. રૂપિયાના અભાવના કારણે તેમને તેમના છ બાળકોમાંથી બીજા નંબર પર આવનારી આઠ વર્ષની દીકરીને અનાથ આશ્રમમાં છોડી આવ્યા. અહીં જ્યોતિને ભરપેટ ભોજન મળ્યો અને સરકારી શાળામાં ભણવાનો મોકો મળ્યો.
આ મહિલા ના 16 વર્ષની ઉંમરે તેના લગ્ન એક ખેડૂત સાથે કરી દેવામાં આવ્યા. 18 વર્ષ સુધીમાં આ મહિલા બે બાળકોની માતા પણ બની ગઈ. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેને પાંચ રૂપિયા મજૂરી પર ખેતરોમાં કામ કરવાની શરૂ કરી અને 1985 થી 1990 સુધી આવું યથાવત રહ્યું પછી સરકારી યોજના હેઠળ તેને ભણાવવાનું કામ મળ્યું
અને રાતમાં કપડાની સિલાઈ કરીને થોડાક રૂપિયા કમાવવાનું તેને શરૂ કર્યું.તેને તમામ મુશ્કેલી અને પરિવાર તેમ જ સમાજના તોણા સહન કરીને પોતાનો અભ્યાસનો જુસ્સો ન છોડ્યો અને તેમને 1994માં બીએ ની ડિગ્રી મેળવી અને પછી 1997 માં પીજી કર્યું.
આટલા અભ્યાસ બાદ જ્યોતિની કમાણી 398 રૂપિયા પ્રતિ મહિના સુધી પહોંચી હતી.જ્યોતિના જીવનમાં ઉજાસ ત્યારે આવ્યો જ્યારે તેના સંબંધીએ વિદેશ જઈને તેને કામ કરવા માટે પ્રોત્સાહન આપ્યું અને ત્યારબાદ તેને ત્યાં કોમ્પ્યુટરનો કોર્સ કર્યો
અને ધીરે ધીરે અલગ અલગ કામ કરીને તેને પૈસા એકત્રિત કર્યા અને ત્યારબાદ તેને 2001માં અમેરિકાના એરિજોના સ્થિત ફિનિક્સમાં સોફ્ટવેર સોલ્યુશન નામની કંપની બનાવી અને તેની કંપની ખૂબ સારો એવો નફો કરવા લાગી અને આજે અમેરિકામાં તેની પાસે ચાર મકાન છે ને હૈદરાબાદમાં એક મેનશન છે અને આજે આ કંપનીની વેલ્યુ 8000 કરોડ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment