ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરમાં શાકભાજી બજારોમાં લસણના ભાવ હાલમાં આસમાની સપાટીએ પહોંચી ગયા છે ત્યારે હાલમાં લસણની પણ આવકમાં મોટો ઘટાડો થયો છે તેની સામે ડિમાન્ડ વધી છે ત્યારે લસણના ભાવમાં મસ્ મોટો વધારો થયો છે.
આપને જણાવી દઈએ કે સુરતની એપીએમસીમાં લસણનો જથ્થો મૂળ મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે પરંતુ અહીં અનુકૂળ વાતાવરણ નહીં રહેતા આવકમાં સૌથી મોટો ઘટાડો થયો છે. પરિણામે ડિમાન્ડની સામે આવક ઓછી રહેતા લસણના ભાવ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે.
આપણે દોસ્તો જણાવી દઈએ કે સુરતની એપીએમસી માર્કેટમાં સૂકા લસણનો ભાવ પ્રતિ 20 કિલો એ 3000 થી 5000 રૂપિયા જેટલો છે. સામાન્ય બજારમાં પ્રતિ કિલો તે 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું છે ત્યારે હાલમાં ઉનાળાની હજુ શરૂઆત પણ નથી
થઈ તે પહેલા ધીરે ધીરે તમામ શાકભાજીના ભાવમાં સતત મોટો વધારો થઈ રહ્યો છે.મોંઘવારીના સમયમાં લસણના ભાવ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો ભાવની સપાટીએ પહોંચતા ગૃહિણીઓનું બજેટ ઉનાળાની સિઝનમાં વધારે પડતું ખોરવાય તેવી પણ સંભાવના છે કારણ કે ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં લીંબુના ભાવમાં પણ મસમોટો વધારો થઈ ગયો છે આ ઉપરાંત મોટાભાગના શાકભાજી હવે ધીરે ધીરે વધી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment