સોનુ ખરીદવાની સુવર્ણ તક..! તાત્કાલિક ધોરણે સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણો વિગતે…

જો તમે પણ સોનુ ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આ ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમતમાં નરમાઈ સાથે પણ જોવા મળી હતી જ્યારે સોનુ અને ચાંદી બંનેના ભાવમાં આ અઠવાડિયાની અંદર સતત વધઘટ જોવા મળી રહી છે

ત્યારે આજરોજ સોનાનો ભાવ શું છે અને સોનાના ભાવમાં વધારો થયો છે કે નહીં તેના વિશે આપણે જાણીએ.આમ તો મિત્રો શનિ-રવિ સોનાના ભાવમાં વધારો કે ઘટાડો થતો નથી ત્યારે ગુડ રીટન્સ અહેવાલ અનુસાર આજરોજ 22 કેરેટ સોનાનો ભાવ 57,250 પ્રતિ 10 ગ્રામ છે

જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 62450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મિત્રો આ ઉપરાંત ચાંદીના ભાવની જો ચર્ચા કરવામાં આવે તો ચાંદી આજરોજ 76,500 રૂપિયા પ્રતિ કિલો નો ભાવ બોલાઇ રહ્યો છે આપને જણાવી દઈએ કે શુક્રવારના રોજ ₹900 ના વધારા સાથે આ ભાવ આ સપાટીએ પહોંચ્યો હતો.

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*