રાજ્યમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવવા મળ્યો હતો. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે ત્યારે હવામાન વિભાગે પણ કરેલી આગાહી મુજબ લઘુતમ તાપમાન 48 કલાક સુધી મોટા ફેરફારની સંભાવનાઓ નથી તે પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે
અને આ સાથે સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ પણ આગામી દિવસો માટે પોતાની આગાહી વ્યક્ત કરી છે.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેમની youtube ચેનલ ના વીડિયોમાં જણાવ્યું કે આ વર્ષે શિયાળામાં થોડો હવામાનમાં બદલાવ જોવા મળ્યો છે અને અત્યારે શિયાળો તેના અંતિમ ચરણની અંદર છે
અને વિદાય લેવાના અમુક દિવસો જ બાકી છે ત્યારે હવે શિયાળાના વિદાયના દિવસો ધીમે ધીમે નજીક આવી રહ્યા છે.પવનની ગતિ સામાન્ય કરતાં વધુ જોવા મળી રહે છે અને અત્યારે 14 થી 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી રહ્યો છે
અને હજુ એક થી બે દિવસ આ મુજબ પવન જોવા મળશે ને તે પછી પવનની ગતિમાં ઘટાડો નોંધાય શકે છે. હવે લગભગ 24 કલાકમાં પવનની ગતિ સામાન્ય થઈ જશે અને સાથે સાથે આ વર્ષે રેગ્યુલર વાદળો થયા છે.મિત્રો આજે 14 તારીખે રાજ્યમાં વાદળો જોવા મળી શકે છે
અને આ વાદળના કારણે માવઠું થાય તેવી તો કોઈ શક્યતા નથી પરંતુ આ બે દિવસ પશ્ચિમ સૌરાષ્ટ્ર ભાગો અને કચ્છ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વાદળોનું પ્રમાણ રહેશે અને હતી કાટા વાદળો જોવા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment