ગુજરાત રાજ્યમાં સુસ્વાટા ભેર પવન ફૂંકાઇ રહ્યો છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે અને તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ તાપમાન નીચું જવાની સાથે સાથે પવનો પણફૂંકાશે અને સાથે તેમને માવઠું થવાની પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ 7 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના હવામાન અંગેની આગાહી નો વિડીયો પોતાની youtube ચેનલ પર મૂક્યો હતો અને તેમાં જણાવ્યું કે હવે આવતીકાલથી વાતાવરણમાં પલટો આવશે અને આઠમી તારીખ ને આજથી વાતાવરણમાં પલટો આવશે ત્યારે પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે આવનારી તારીખ 8,9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન
હવામાનમાં પલટો જોવા મળશે જોકે માવઠાની જરા પણ શક્યતા નથી પરંતુ રાજ્યમાં અતિ ઘાટા વાદળો છવાય તેવી શક્યતા છે.આ સાથે તેમને રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં વાદળા છવાય તે અંગે જણાવ્યું કે આઠમી તારીખે કચ્છમાં વધારે પડતા કાળા વાદળો જોવા છે અને માવઠા જેવો માહોલ પણ જોવા મળી શકે છે.
ત્યારે આ ત્રણ દિવસ કચ્છ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.પરેશ ગોસ્વામી એ જણાવજો કે નવ અને દસ તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં કાંટા વાદળો જોવા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment