દોસ્તો સુરતના અંત્રોલી ખાતે સરદાર ધામના ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં 500 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
પાટીદાર સમાજના દાતાઓ તેમજ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કામરેજના આ જ અંતરોલી ગામની જ સીમામાં લગભગ 31 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનારા સરદાર ધામમાં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
પહેલા ફેઝમાં 500 કરોડના ખર્ચે સરદાર ધામ તૈયાર કરવામાં આવશે જેમાં 2000 દીકરા દીકરીઓ માટે છાત્રાલય, સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યુડીશરી , સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઉપરાંત ડિફેન્સ એકેડેમી અને
સ્કીલ ડેવલોપમેન્ટ વર્કશોપ સહિતની તમામ સુવિધા ઉભી કરવામાં આવશે.સરદાર ગામના મુખ્ય દાતા જયંતિ બાબરીયા સરદાર ધામના પ્રમુખ બગજી સુતરીયા અને અનેક અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોત વિધિ સાથે ભૂમિ પૂજન કાર્યક્રમ સંપન્ન કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment