હીરા ઉદ્યોગ ચાલુ થવાને આ અંગે મનપા એ બહાર પાડી માર્ગદર્શિકા , જાણો વિગતવાર

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારી ને ફેલાતી અટકાવવા માટે ભારતભરમાં આશરે ત્રણ મહિનામાં તબક્કાવાર લાગુ કરવામાં આવેલ લોકડાઉન બાદ જનજીવન સામાન્ય કરવા તબક્કાવાર અનલૉક જાહેર કરવામાં આવેલ છે.જેમાં વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિ કરવા છૂટછાટ આપવામાં આવેલ છે. જેના ભાગરૂપ શહેરના હીરાના કારખાના નીચે મુજબ નિયમોનું પાલન કરવાની શરત ચાલુ રાખેલ છે.

મહાનગરપાલિકાએ બહાર પાડે માર્ગદર્શિકા મુજબ અનેક બાબતોનું ધ્યાન રાખવા મનપાએ વિનંતી કરેલ છે. મનપાના આદેશ મુજબ જો નિયમોનું પાલન કરવામાં ન આવે તો મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવશે. ડાયમંડ યુનિટો અથવા કારખાના ગેટ ઉપર આવતા કામદારોની નોંધણી રજીસ્ટર કરવી ફરજીયાત રહેશે.

તમામ વ્યવસાય સ્થળોએ યોગ્ય પ્રમાણમાં નેચરલ કોર્સ વેન્ટિલેશન મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.

કારખાનામાં કામ કરનારા કર્મચારીઓ વચ્ચે 1.0 મીટર જેટલું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે મુજબ કામ કરવું પડશે.

કારખાનાના સંપૂર્ણ વિસ્તારને આવરી લે તે મુજબ સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે.

કારખાના ની અંદર પ્રવેશ વખતે સેનેટાઈઝર મૂકવાના ફરજીયાત રહેશે

કારખાના માં આવેલ તમામ મશીનરી કે ફર્નિચરને દરરોજ બે વખત સેનીટાઇઝર કરવાની રહેશે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*