સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા સોશિયલ મળ્યા પર ચર્ચામાં રહે છે. કોઈપણ સેવાકીય કામ હોય તેમાં ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા આગળ હોય છે. ત્યારે આજે અમે તમને ગોવિંદભાઈ ધોળકિયાએ લીધેલા એક અનોખા સંકલ્પ વિશે જણાવવાના છીએ.
આ સંકલ્પ વિશે સાંભળીને તમે પણ ગોવિંદભાઈ ના વખાણ કરતા નથી થાક. મિત્રો તમને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયાએ ગુજરાતના ડાંગ જિલ્લામાં 311 હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ લીધેલો છે. જેમાંથી ઘણા હનુમાનજીના મંદિર બની ગયા છે. ઉપરાંત બાકીના હનુમાનજીના મંદિર બનાવવાનું કાર્ય ચાલુ છે.
તો ચાલો જાણીએ ગોવિંદભાઈ ધોળકિયા ડાંગમાં કેમ હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ લીધેલો છે. કહેવાય છે કે, ગોવિંદભાઈ ધોળકિયા ડાંગ બાજુ ગયા હતા. ત્યારે એક ઝાડની નીચે તેમને હનુમાનજીની ખંડિત મૂર્તિ પડેલી જોઈ હતી.
હનુમાન દાદાની મૂર્તિની આ દશા જોઈને ગોવિંદભાઈનું હૈયુ કંપી ઉઠ્યું હતું. ત્યારથી તેમને સંકલ્પ લીધો કે હવે તેઓ ગુજરાતના ડાંગમાં 311 હનુમાનજીના મંદિર બનાવવું છે. ડાંગના અલગ અલગ વિસ્તારોમાં હનુમાનજીના મંદિર બનવાના શરૂ થઈ ગયા છે.
સૌ કોઈ લોકોના મનમાં સવાલ થતો હશે કે ગોવિંદભાઈ ધોળકિયાએ હનુમાનજીનું મંદિર બનાવવા માટે ડાંગ જ કેમ પસંદ કર્યું. ગોવિંદભાઈ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લો કુદરતના ઉત્કૃષ્ટ સર્જન માંથી એક છે.
પ્રકૃતિના ખોળે વસેલો આ વિસ્તાર ધાર્મિક દ્રષ્ટિએ પણ એક મહત્વ ધરાવે છે. ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે ડાંગની ધરતી માતા શબરી અને ભગવાન શ્રી રામના મિલનની સાક્ષી છે. એટલા માટે તેમને અહીં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ લીધેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment