બજેટના દિવસે જ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો એટલા રૂપિયાનો વધારો… જાણો અલગ-અલગ શહેરના ભાવ…

દેશભરમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આજરોજ સંસદમાં બજેટ રજૂ થવાનું છે અને બજેટના દિવસે જ લોકોને મોંઘવારીનો મારો સહન કરવો પડશે.

કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. IOCLની વેબસાઈટ અનુસાર ઓયલ માર્કેટિંગ કંપનીઓએ 19 KG વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ભાવ વધારા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1769.50 રૂપિયા થઈ ગયા છે. આજરોજથી આ ભાવ માર્કેટમાં લાગુ પડશે. કોલકાતામાં ગેસ સિલિન્ડરનો ભાવ વધીને 1887 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં ગેસ સિલિન્ડરનો ભાવ વધીને 1723 રૂપિયા થઈ ગયો છે.

આ ઉપરાંત ચેન્નાઈમાં ગેસ સિલિન્ડરનો ભાવ વધીને 1937 રૂપિયા થઈ ગયો છે. મહિનાના પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતા લોકો મૂંઝાયા છે. હજુ આગામી દિવસોમાં પણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*