ગુજરાતમાં અનેક ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે ડભોઇ તાલુકાના કરનાળી ગામે નર્મદા નદીના કિનારે આવેલ કુબેરેશ્વર મહાદેવના મંદિર વિશે વાત કરવાના છીએ. કુબેરેશ્વર મહાદેવનું મંદિર સમગ્ર ભારત ભરમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ તરીકે જાણીતું છે.
એવું કહેવાય છે કે જો કોઈ પણ ભક્ત અહીં સળંગ 5 અમાસ ભરે તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. અને તેમને રાવણના ભાઈ પણ કહેવામાં આવે છે. અહીં શાલીગ્રામ રૂપમાં વિષ્ણુ ભગવાન પણ મંદિરમાં બિરાજમાન છે.
દૂર દૂરથી અહીં ભક્તો દર્શન માટે આવે છે અને અહીં આવતા ભક્તોની દર્શન માત્રથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અમાસના દિવસે મોટી સંખ્યામાં અહીં ભક્તો ઉમટી પડે છે અને અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે.
કહેવાય છે કે, રાવણે લંકા માંથી કુબેરને કાઢી મૂક્યા હતા અને કુબેર ફરતા ફરતા નર્મદા નદીના કિનારે આવી પહોંચ્યા હતા. અહીં કુબેરે મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને તેમનું તપ કર્યું હતું.
ત્યારે મહાદેવ કુબેરના તરફથી પ્રસન્ન થયા હતા અને તેમને દેવોના ખજાનચી બનાવી દીધા હતા. ત્યારથી તેઓ અહીં બિરાજમાન છે અને આ મંદિરને કુબેરેશ્વર મહાદેવના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment