ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને તો આપણે સૌ કોઈ લોકો ઓળખતા જ હશે. મુકેશભાઈ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા પોતાની જીવન શૈલીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ઉપરાંત તમે મુકેશ અંબાણીની પણ ઘણી વાતો સોશિયલ મીડિયા પર સાંભળી હશે.
મિત્રો તમને જણાવી દઈએ કે, આટલો રૂપિયો હોવા છતાં પણ મુકેશ અંબાણી સાદાએ ભર્યું જીવન જીવવાનું વધારે પસંદ કરે છે. એટલું જ નહીં પરંતુ મુકેશ અંબાણી પોતાના સફેદ શર્ટને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીના સોશિયલ મીડિયા પર સફેદ શર્ટ માં ફોટા અને વિડીયો જોયા હશે.
આટલો બધો રૂપિયો હોવા છતાં પણ મુકેશ અંબાણી સાદો અને પ્લેન સફેદ કલરનો શર્ટ પહેરવાનું શા માટે વધારે પસંદ કરે છે ચાલો જાણીએ. એવું કહેવાય છે કે, મુકેશ અંબાણી પોતે ફેશન સ્ટાઈલ ઉપર ધ્યાન આપવાની જગ્યાએ ધંધામાં આગળ કઈ રીતે વધુ તેના પર વધારે ધ્યાન આપે છે.
જેથી તેઓ કપડાની પસંદગીમાં સમાઈ બરબાદ કરતા નથી અને સાદા અને સિમ્પલ કપડા પહેરવાનું વધારે પસંદ કરે છે. કહેવાય છે કે મુકેશ અંબાણીને સફેદ કલર ખૂબ જ વધારે ગમે છે.
મુકેશ અંબાણી ઓફિસમાં તો સફેદ કલરનો શર્ટ પહેરે છે ઉપરાંત કોઈ મોટી હસ્તી કે નેતાને મળવાનું હોય ત્યારે પણ તેઓ સફેદ શર્ટ પહેરે છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સફેદ કલરને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે મુકેશ અંબાણીને સફેદ કલર વધારે પસંદ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment