આપણે સૌ જાણીએ જ છીએ કે, ગત 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સમગ્ર દેશભરમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
View this post on Instagram
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે એટલે કે 23 તારીખના રોજ રામ મંદિર સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યારે સામાન્ય જનતા માટે રામ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યો ત્યારે લાખોની સંખ્યામાં લોકો અહીં પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.
રિપોર્ટ અનુસાર 23 તારીખના રોજ રામ મંદિરમાં 5 લાખથી પણ વધારે રામ ભક્તોએ પ્રભુ શ્રીરામના દર્શન કર્યા હતા. પહેલા દિવસે એટલા ભક્તો અયોધ્યા પહોંચ્યા હતા કે અયોધ્યામાં દૂર દૂર લગી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
પેલા દિવસે રામ મંદિરમાં આવનાર ભક્તોએ પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે દાન પેટીમાં દાન નાખ્યું હતું અને આ દાનનો આંકડો સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રથમ દિવસે રામ ભક્તોએ 3.17 કરોડ રૂપિયાનું દાન કર્યું છે તેવી માહિતી મળી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment