અમેરિકા સરકાર ટૂંક સમયમાં નવી ઇમિગ્રેશન નીતિ અમલી બનાવશે અમલી બનાવશે એવું વ્હાઇટ હાઉસે કહ્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં મેરીટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરાશે . ડોનાલ્ડ ટ્રમ્પે એક મીડિયા માં ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે અમેરિકામાં એક અભૂતપૂર્વ ઈમિગ્રેશન સિસ્ટમ લાગુ થશે . અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું અમેરિકામાં તદ્દન નવી સિસ્ટમ લાગુ કરીશ જે મેરીટ આધારિત હશે જેનાથી દુનિયાભરના લોકો ખુબ ખુશ થશે . એનાથી વિશ્વના લોકો અમેરિકામાં કામ કરવાની તક મળશે.
ટ્રમ્પ ના મીડિયા ઇન્ટરવ્યૂ પછી વ્હાઈટ હાઉસ એ પણ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકાની નવી ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરાશે . જેમાં ડીએસીએ ના કાર્યક્રમ હેઠળ પણ નાગરિકતા આપવાનો કાર્યક્રમ સામે થશે.
ડીએસિએ અંતર્ગત ઓબામા એવી જોગવાઈ કરી હતી કે બાળપણમાં અમેરિકામાં આવી ગયેલા લોકોને કાયદાકીય રક્ષણ મળતું હતું અને એમને અમેરિકામાં રહેવાનો અધિકાર પ્રાપ્ત થતો હતો . વ્હાઈટ હાઉસ ની આ જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો ચાલુ થઈ ગયો છે . સેન્ટર ટ્રેડ ફૂઝે સરકારને ચેતવણી આપી હતી કે આ પગલું દેશ માટે ખૂબ જ જોખમી સાબિત થશે અને તેનાથી લાંબા ગાળે નુકસાન થશે.
Be the first to comment