દેશના તમામ હિન્દુ લોકો હવે 22 તારીખની રાહ જોઈને બેઠા છે. કારણ કે 22 તારીખના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. હાલમાં તો ખૂબ જ ઝડપમાં રામ મંદિરની તૈયારીઓ ચાલી રહી છે.
મિત્રો તમે સૌ જાણતા જ હશો કે, રામ મંદિર બનવાનું શરૂ થયું ત્યારથી દેશના અલગ અલગ ખૂણેથી અહીં દાન આવી રહ્યું છે. ત્યારે સુરતના ડાયમંડ કિંગ એવા ગોવિંદભાઈ ધોળકિયાએ પણ રામ મંદિરમાં દાન કર્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના માલિક ગોવિંદભાઈ ધોળકિયા ધર્મના કામમાં હંમેશા આગળ હોય છે. ગોવિંદભાઈ ધોળકિયા શ્રી રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
હાલમાં તો આ વાતની ચર્ચાઓ ચારેય બાજુ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયા ડાંગમાં 311 હનુમાનજીના મંદિર બનાવી રહ્યા છે. મિત્રો ગોવિંદભાઈ ધોળકિયા સુરતના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક છે.
ગોવિંદભાઈ ધોળકિયાને પણ શ્રી રામ મંદિર તરફથી આમંત્રણ મળ્યું છે. મિત્રો ગુજરાતમાંથી હજુ પણ ઘણા એવા લોકો છે. જેઓએ રામ મંદિરમાં કરોડો રૂપિયા દાનમાં આપ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment