મિત્રો હવે નવા વર્ષની શરૂઆતમાં માત્ર એક જ દિવસ આડો રહ્યો છે ત્યારે શિયાળામાં એવી કાંઈ ખાસ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો નથી પરંતુ આ શિયાળા સાથે સાથે ચોમાસું જોવા મળે તેવી અંબાલાલ કાકાએ મોટી આગાહી કરી નાખી છે.
નવા વર્ષની શરૂઆત થતા જ રાજ્યમાં વરસાદ પડે તેવા અંબાલાલ પટેલે એમ જાણ કર્યા છે ત્યારે તેઓએ ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું કે એક થી પાંચ જાન્યુઆરી સુધીમાં મહીસાગર પંચમહાલ અરવલ્લી
આ ઉપરાંત કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે અથવા તો મધ્યમ વરસાદ પડી શકે છે.મિત્રો હવે તો શિયાળો કહો કે ચોમાસુ કહો કંઈ સમજાતું નથી કારણ કે અંબાલાલ પટેલ જે આગાહી કરે છે તેમાંથી મોટાભાગની આગાહી સાચી પડતી હોય છે
ત્યારે ભર શિયાળામાં વરસાદને લઈને તેઓએ આગાહી કરતા ખાસ કરીને ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને જો વરસાદ પડશે તો ઠંડીનું પ્રમાણ વધવાની પણ સંભાવના છે ત્યારે અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાની શરૂઆત એટલે કે નવા વર્ષની શરૂઆતની સાથે જ રાજ્યમાં વરસાદને લઈને મોટી સંભાવનાઓ વ્યક્ત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment