મિત્રો ભગવાન રામની મૂર્તિનો અભિષેક અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ થવાનો છે જેના માટે દેશભક્તિ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે અને રામ મંદિરની સ્થાપના ને યાદગાર બનાવવા માટે લોકો પોત પોતાની રીતે અલગ અલગ તૈયારીઓ કરી રહ્યા છે.
ત્યારે હાલમાં મુંબઈને એક મુસ્લિમ યુવતી ની વાતો હાલમાં ચર્ચામાં વિષય બન્યો છે જેનું નામ શબનમ છે અને તે મુંબઈથી અયોધ્યાની યાત્રા માટે રવાના થઈ ગઈ છે ને તે પણ પગપાળા.મિત્રો મુસ્લિમ યુવતી 1425 કિલોમીટરનું અંતર કાપવાની છે અને તેનું માનવું છે કે ભગવાન રામની પૂજા કરવા માટે હિંદુઓ ફરજિયાત નથી
અને આ સફરમાં તેની સાથે રાજ શર્મા અને વિનીત પાંડે પણ સામેલ છે અને આ છોકરી 21મી ડિસેમ્બરે પોતાના મિત્રો સાથે આ સફર શરૂ કરી છે અને દરરોજ લગભગ 25 થી 30 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે અને હાલમાં તેને ઘણો બધો પ્રવાસ પૂર્ણ પણ કરી ચૂક્યો છે.
તેને કહ્યું કે રામ ભગવાનની ભક્તિ કરવા માટે સારા વ્યક્તિ બનવું જરૂરી છે અને મીડિયા સાથેની વાતચીત કરતા તેને કહ્યું કે ભગવાન રામ તો બધાના છે તેમની જાતિ કે ધર્મ ગમે તે હોય અને શબનમની સ્ટોરી
સોશીયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે અને બંને સમાજના લોકો તરફથી તેને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને ઘણી બધી નકારાત્મક કોમેન્ટ્સ પણ લોકો કરી રહ્યા છે પરંતુ તે તો રામ મંદિર જવા માટે ખૂબ જ ઉત્સાહીત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment