75 વર્ષના દીકરા અને 100 વર્ષના પિતાની પ્રેમ ભરી વાતોનો અનોખો વિડિયો થયો વાયરલ…વીડિયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…

હાલમાં સોશિયલ મીડિયા પર પિતા અને દીકરાનો એક ઇમોશનલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મિત્રો દીકરો ગમે તેટલો મોટો થઈ જાય પરંતુ તે હંમેશા તેના પિતા માટે નાનો જ રહે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પિતા અને પુત્ર વચ્ચે એક સુંદર પ્રેમ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા પિતાની ઉંમર 100 વર્ષની છે જ્યારે તેમના દીકરાની ઉંમર 75 વર્ષની છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પિતા પલંગ પર સૂતેલા છે. આજુબાજુ પરિવારના લોકો બેઠેલા છે અને પલંગની બાજુમાં તેમનો દીકરો બેઠેલો છે.

આ દરમિયાન દીકરો પલંગ પર સુતેલા પોતાના સાથે ખૂબ જ પ્રેમથી સુંદર વાતો કરી રહ્યો છે. આ દરમિયાન દીકરો સિસોટી વગાડીને એક ગીત ગાવાનો પ્રયાસ કરે છે. પછી દીકરો પોતાના પિતાને પૂછે છે કે આ કયું ગીત છે.

ત્યારે પિતા તે ગીતનું નામ કે છે એટલે દીકરો અને આજુબાજુ બેઠેલા પરિવારના સભ્યો હસી પડે છે. બાપ અને દીકરાના આ અનોખા પ્રેમનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે આ વિડીયો લગભગ દક્ષિણ ભારતનો છે.

વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર @goodpersonSrini નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અને 16,000 થી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*