મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં ઘણા એવા લોકો છે, જેઓ પોતાની અનોખી કળાથી સમગ્ર દેશભરમાં પ્રખ્યાત બન્યા છે. ત્યારે આજે આપણે અનોખી કલાકારી કરનાર એક યુવક વિશે વાત કરવાના છીએ. મિત્રો આ યુવક હનુમાનદાદા નો ખૂબ જ મોટો ભક્ત છે અને યુવકે ચોખાના દાણા પર હનુમાનદાદાની હનુમાન ચાલીસા લખી છે.
આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આ યુવકનું નામ લગધીરસિંહ છે અને તે ઉમરાળા તાલુકાના અમલપર ગામનો રહેવાસી છે. યુવકે લાલ પેનની મદદથી 314 ચોખાના દાણા પર આખી હનુમાન ચાલીસા લખી છે.
આ વાત સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પછી તો લોકો યુવકના આ અનોખા ટેલેન્ટના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે ચોખાના દાણા પર હનુમાન ચાલીસા લખવા માટે લગધિર સિંહને અઢી દિવસનો સમય લાગ્યો હતો.
લગધીર સિંહએ કોઈ પણ પ્રકારના બિલોરી કાચ વગર માત્ર પેનથી અઢી દિવસમાં 314 ચોખાના દાણા ઉપર આખી હનુમાન ચાલીસા લખી નાખી હતી.
View this post on Instagram
મિત્રો આ અનોખી કળાના કારણે લગધીરસિંહનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયું છે. હાલમાં તો આ યુવકની અનોખી કળાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહે છે અને લોકો યુવકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment