લગ્નની સીઝન આવતા સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો,જાણી લો જલ્દી થી સોનાનો નવો ભાવ…

મિત્રો આજ રોજ સોમવારના રોજ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે તમને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 61,600 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

આ પહેલા શુક્રવારના રોજ 8 ડિસેમ્બરના રોજ સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 62407 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જ્યારે ચાંદીનો ભાવ 73700 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હતો.ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ દોસ્તો 22 કેરેટ સોનાનો ભાવ 60120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે

જ્યારે 20 કેરેટ સોનાનો ભાવ 51820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 49890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.24 કેરેટ સોનુ સૌથી શુદ્ધ માનવામાં આવે છે જ્યારે 14 કેરેટ સોનું સૌથી નીચી ગુણવત્તાનું સોનું માનવામાં આવે છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં નબળાઈ જોવા મળી રહી છે.

સોનાની કિંમત પ્રતિ ઓર્સ 2065$ ની સર્વોચ્ચ સપાટીથી ઘટીને 2014.65$ પ્રતી ઓર્સ થઈ ગઈ છે.આપને જણાવી દઈએ કે આ અઠવાડિયે વ્યાજના દરને લઈને યુએસફેરની બેઠક યોજવા જઈ રહી છે જેની અસર સોના ચાંદીની કિંમતો પર જોવા મળી રહી છે

અને તાજેતરમાં ડોલરના નબળા પડવાના કારણે અને ફુગાવાના કારણે વ્યાજદરોમાં ઘટાડો થવાની ભીતી ના કારણે સોનામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*