મિત્રો તમને સૌને ખબર હશે કે દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળેલ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની હોય તેના એક મહિના પહેલા જ રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે ખાસ પ્રકારના વાઘા અને સાફા તૈયાર કરવામાં આવે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, વાઘામાં અલગ અલગ પ્રકારના કાપડ વિવિધ પ્રકારના ભરતકામ અને મોતી ગામની સજાવટથી વાઘા તૈયાર કરવામાં આવે છે. તમે ભગવાન જગન્નાથના ઘણા ચમત્કાર વિશે સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનના વાઘા બનાવનાર મહિલા સાથે થયેલા અનોખા ચમત્કારના કિસાની વાત કરવાના છીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા 25 વર્ષથી એક સાધુ પરિવારના હરજીવનદાસ દાણીધારીયા નામના કારીગર ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરે છે. તેઓ વર્ષોથી વિવિધ પ્રકારના વાઘા તૈયાર કરે છે. તેમના તૈયાર કરેલા એક વાઘા ની કિંમત અંદાજે આઠથી દસ હજાર રૂપિયા છે.
હરજીવનભાઈ રથયાત્રા નીકળવાની હોય તેના પંદર દિવસ પહેલા વિનામૂલ્યે વાઘા તૈયાર કરે છે અને તેઓ પ્રભુના આ કામને લઈને ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત ભગવાન જગન્નાથના સાફાઓ એક નિવૃત્ત શિક્ષક પ્રફુલ્લાબેન રાઠોડ છેલ્લા 18 વર્ષથી બનાવે છે. મિત્રો સાફામાં વિવિધ પ્રકારના આર્ટનો ઉપયોગ કરીને પ્રફુલાબેન ખૂબ જ અનોખા સાફા બનાવે છે.
પ્રફુલ્લાબેનને એક વખત પેરાલીસીસ થઈ ગયો હતો. ત્યારે ભગવાન જગન્નાથની કૃપાથી સારવાર બાદ પ્રફુલ્લાબેન એકદમ સાજા થઈ ગયા હતા. પછી તેમને ભગવાન જગન્નાથનો ખૂબ જ આભાર માન્યો હતો. પ્રફુલાબેન ને કહ્યું હતું કે હું નિસ્વાર્થ ભાવે ભગવાન જગન્નાથની સેવા કરું છું એટલે ભગવાને તેમને સાજા કરી દીધા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment