મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ઘણા સમય પહેલાના ઘઉના બિલનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો એક આઇએફએસ અધિકારીએ શેર કર્યો છે.
ફોટો મંડીમાં ખેડૂતની કૃષિ પેદાશની વેચાણની રસીદનો છે. તે સમયમાં ઘઉંનો ભાવ સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો. મિત્રો તમને જણાવી દઈએ કે ઘઉંનું આ બિલ 36 વર્ષ પહેલાનું છે. આ બિલનો ફોટો ટ્વિટ કરતા IFS અધિકારીએ કેપ્શન માં લખ્યું કે, આ સમય હતો જ્યારે 1.6 રૂપિયાના કિલોગ્રામ ઘઉં વેચાતા. મારા દાદાજીએ ઘઉં ભારતીય ખાધ નિધમને વેચ્યા હતા.
મિત્રો બીલના આધારે તે સમયમાં માત્ર એક કિલો ઘઉંનો ભાવ 1.6 રૂપિયા હતો. વાયરલ થઈ રહેલું આ બિલ જોઈને ઘણા લોકોને તો પોતાની યુવાનીના દિવસો યાદ આવી ગયા છે.
Time when wheat used to be at 1.6 rupees per kg. The wheat crop my grandfather sold in 1987 to Food Corporation of India. pic.twitter.com/kArySiSTj4
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 2, 2023
હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ બિલની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. બિલ અને બિલનો ભાવ જોઈને લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તો મિત્રો તમે જણાવો કે તમારા યુવાનીના દિવસોમાં એક કિલો ઘઉંનો કેટલો ભાવ મળતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment