દરેક દીકરીઓ પ્રેમલગ્ન કરતા પહેલા એક વખત આ બેનનો વિડીયો જોઈ લેજો… બેનની વાત સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

સુરત શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુપીના મૃત્યુ બાદ તેની માતાએ રડતા રડતા એવું કહ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ સમાન છે. આજના આધુનિક યુગમાં પ્રેમ લગ્નના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે.

ઘણી વખત પ્રેમ લગ્નનો કરુણ અંત આવતો હોય છે. ત્યારે સુરતમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.આ દુઃખદ ઘટના સુરતના વરાછા વિસ્તારમાંથી સામે આવી રહી છે અહીં પ્રેમ લગ્નનો ખૂબ જ દુઃખદ અંત આવ્યો છે. યુવતીના પ્રથમ લગ્ન સફળ ન થતાં યુવતી એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનો નો આરોપ છે કે, યુવતીએ સુસાઇડ કર્યું કારણકે તેના પતિ અને સાસરિયાઓ દહેજના મુદ્દે તેને ખૂબ જ ત્રાસ આપતા હતા. જેના કારણે યુવતી ડિપ્રેશનમાં જતી રહી હતી અને તેને સુસાઇડ કરી લીધું હતું.

પોતાની લાડલી દીકરીના મોતના સમાચાર મળતા જ દીકરીની માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ત્યારબાદ દીકરીની માતાએ રડતા રડતા એક એવી વાત કીધી કે છે દરેક યુવક અને યુવતીઓને પોતાના જીવનમાં ઉતારવા જેવી છે.

દીકરીની માતાએ રડતા રડતા જણાવ્યું કે, હું દરેક દીકરીઓને વિનંતી કરું છું કે, કોઈપણ બીજી જ્ઞાતિમાં ન જતા અને જ્યાં મા બાપ પરણાવે ત્યાં લગ્ન કરજો અને સુખી જીવન જીવજો. મેં મારી દીકરી ગુમાવી છે અને તેનો મને ખૂબ જ આઘાત લાગ્યો છે. હું દરેક દીકરીઓને વિનંતી કરું છું કે તમે પ્રેમ લગ્ન ન કરતા. મારી હાલત તો જુઓ છો ને મારી દીકરી વગર મારું શું થશે.

 

View this post on Instagram

 

A post shared by I love surat ❤️ (@i_love.surat)

હાલમાં દીકરીની માતાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને દરેક લોકો કહે રહ્યા છે કે મહિલા એકદમ સાચી વાત કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*