સુરતમાં ડાયમંડ કિંગ અને સમાજસેવક તરીકે ઓળખાતા એવા ગોવિંદભાઈ ધોળકિયાને તો સૌ કોઈ ઓળખતા જ હશે. ત્યારે આજે આપણે ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના ગામના લોકો માટે કરેલા એક સુંદર કાર્યની વાત કરવાના છીએ. ગોવિંદભાઈ ધોળકિયાએ કરેલું કામ સાંભળીને તમે પણ તેમની વાહ વાહ કરશો.
આ કિસ્સો ઘણા સમય પહેલાનો પરંતુ ફરી એક વખત અમે તમારી સમક્ષ આ કિસ્સો રજૂ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયાનું મૂળ વતન દુધાળા ગામ છે અને તેમને પોતાના ગામના લોકોને દિવાળી પર એક મોટી ભેટ આપી છે.
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક ગોવિંદભાઈ ધોળકિયાએ દિવાળી પર પોતાના ગામમાં સોલાર સિસ્ટમ લગાવવાનું કાર્ય ચાલુ કર્યું હતું. આ સોલાર સિસ્ટમ લગાડવામાં લગભગ બે કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે.
સોલાર સિસ્ટમના કારણે આજે ગામમાં અંદાજિત 850 જેટલા પરિવાર સૌર ઉર્જાથી ઉત્પાદિત થયેલી વીજળીનો ઉપયોગ કરશે. મિત્રો આ પ્રોજેક્ટનો તમામ ખર્ચો ગોવિંદભાઈ ધોળકિયાએ અને તેમની કંપનીએ ઉઠાવ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે દુધાળા ગામ પહેલું એવું ગામ છે જ્યાં આટલા બધા સોલાર પ્લાન્ટ લાગ્યા છે. દુધાળા ગામ દેશમાં પહેલું એવું ગામ બની ગયું છે જે કોઈપણ સરકારી મદદ વગર વીજળીથી જગમગાટ કરે છે. હાલમાં તો સમગ્ર દેશમાં ગોવિંદભાઈ ધોળકિયાના આ કામના વખાણ થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment