મિત્રો તમે બધા સુરતના જાણીતા સમાજ સેવક અને ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી મૂળ ભાવનગર જિલ્લાના રાણપડા ગામના વતની હતા. તેઓ વર્ષો પહેલા પોતાના વતનથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયા હતા.
મિત્રો તમે સૌ કોઈ લોકોએ મહેશભાઈ સવાણીની જીવનની કેટલીક વાતો સોશિયલ મીડિયા પર સાંભળી હશે. ત્યારે આજે અમે તમને મહેશભાઈ સવાણીની એક એવી વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ ચોકી જશો.
મિત્રો એવું કહેવાય છે કે, મહેશભાઈ સવાણી પોતાના ઘરેથી બહાર જાય તે પહેલા પોતાની પુત્રવધુને પગે લાગે છે. તેઓ દરેક દીકરીઓને લક્ષ્મી માને છે, એ જ રીતે તેઓ પોતાની ઘરની પુત્ર વધુને પણ લક્ષ્મી માને છે. મહેશભાઈ સવાણી ઘરની બહાર જાય તે પહેલા તેમની બંને પુત્રવધુઓના ચરણ સ્પર્શ કરીને નીકળે છે.
વધુમાં વાત કરીએ તો પોતાના દીકરા મોહિતના લગ્ન હતા. ત્યારે તેમને લગ્નમાં આવેલા તમામ મહેમાનોની હાજરીમાં પોતાની પુત્રવધુના ચરણસ્પર્શ કર્યા હતા. મહેશભાઈ પોતાની બંને પુત્રવધુઓની કોઈ દિવસ પુત્રવધુ તરીકે રાખી નથી.
પરંતુ તેઓએ બંનેને પોતાની દીકરી જેમ રાખી છે. મહેશભાઈ સવાણી પોતાની બંને પુત્રવધુને ખૂબ જ સન્માન આપે છે. આ ઉપરાંત મિત્રો તમે સોશિયલ મીડિયા પર મહેશભાઈ સવાણી વિશેના ઘણા પ્રેરણાદાયક કિસ્સાઓ સાંભળ્યા હશે.
મહેશભાઈ સવાણી કહે છે કે, અદાણી અને અંબાણી જેટલો રૂપિયો જો મારી પાસે હોય તો હું આખા ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવું. અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણીએ પિતા વગરની ઘણી બધી દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને તેઓ તેમની સંભાળ પણ રાખે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment