મિત્રો કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગુજરાતી લોકપ્રિય કલાકાર એવા ગીતાબેન રબારીને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. હાલમાં તો ગીતાબેન રબારીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતું બની ગયું છે.
મિત્રો ગીતાબેન રબારી એ પોતાના મીઠા અવાજથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. હવે તો દેશના ગમે તે ખૂણામાં ગીતાબેન રબારીનો કાર્યક્રમ હોય એટલે ત્યાં મોટી સંખ્યામાં તેમના ચાહકો આવી જતા હોય છે. ગીતાબેન રબારી એ ખૂબ જ નાની ઉંમરમાં ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી લીધી છે.
ત્યારે તમે ગીતાબેન રબારી વિશે ઘણી વખત સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે તેમના જીવનની કેટલીક વાતો કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારીના પરિવારમાં તેમના માતા-પિતા અને નાના ભાઈઓ હતા. પરંતુ તેમના બંને ભાઈઓનું અવસાન થયું હતું.
જેના કારણે આજે ગીતાબેન રબારીને કોઈ સગો ભાઈ નથી. પોતાના ભાઈને હોવાનું દુઃખ વ્યક્ત કરતા ગીતાબેન રબારીએ કહ્યું કે, નાનેથી મોટી થઈ ત્યાં સુધીમાં મનમાં એક જ વાતની ખામી રહી ગઈ કે મારે કોઈ સગો ભાઈ નથી. ગીતાબેન રબારી એક વીડિયોમાં કહે છે કે, ભગવાને મને બધું આપ્યું પણ એક જ વાતની ખોટ રહી ગઈ છે.
મને આ વાતનો ખૂબ જ દુઃખ થાય છે કે મારે કોઈ સગો ભાઈ નથી. સંગીત ક્ષેત્રમાં આવી ત્યારે માતાજીની દયાથી મને આ લાઈનમાં ખૂબ જ ખ્યાતિ મળી અને મારું સારું નામ બની ગયું. પરંતુ આજે મને માતાજીએ સગા ભાઈ કરતા પણ સવાયા ભાઈઓ આપ્યા છે. વધુમાં તેમને જણાવ્યું કે રક્ષાબંધન હોય ત્યારે હું મારા 24 જેટલા ભાઈઓને રાખડી બાંધું છું.
જેમને મને સંગીત ક્ષેત્રમાં આગળ વધવા માટે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. માતાજીએ મને સંગીત ક્ષેત્રમાં ખૂબ જ મોટી સફળતા આપી છે જેથી હું માતાજીનો પણ આભાર માનું છું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment