હાલમાં તો સમગ્ર દેશભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે. તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈક ને કંઈક નવું કરતા હોય છે. જેના કારણે લોકો લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે.
હાલમાં તો લગ્નની સિઝનમાં અનોખી કંકોત્રી બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો અમુક વખત એવી કંકોત્રી બનાવતા હોય છે. જે ભારે ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા વાયરલ થઈ રહેલી તેવી જ એક કંકોત્રી ની આજે આપણે વાત કરવાના છીએ.
કંકોત્રી ની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશની અંદર આવેલા કનોજ જિલ્લાના તાલા ગામે એક ગામની અંદર રહેતા એક ખેડૂતનું નામ અવધેશ ચંદ્ર છે. તેમને પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં લખાણ લખાવ્યું છે કે, લગ્નમાં દારૂ પીને આવવાની સખત મનાઈ છે.
દીકરીના પિતા નું માનવું છે કે, આવું લખાણ લખવાથી લોકોમાં દારૂ પીવામાં અંકુશ લાગશે. તેઓએ કહ્યું કે ઘણી વખત લગ્નમાં કેટલાક લોકો દારૂ પીને આવતા હોય છે અને પોતાની માન મર્યાદા ભૂલી જતા હોય છે.
મિત્રો ખરેખર આ ખેડૂતે દીકરીની લગ્નની કંકોત્રીમાં ખૂબ જ સારું લખાણ લખાવ્યું છે. કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો ખેડૂતના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ લખાણ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment