ગુજરાત રાજ્યમાં નાની ઉંમરના વયે હાર્ટ એટેક આવવાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાની મહામારી બાદ ઘણા લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં દરરોજ સરેરાશ એક થી ત્રણ વ્યક્તિઓનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ રહ્યું છે.
ત્યારે જામનગરમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં જૈન વિજય ફરસાણના યુવા વેપારીનું અચાનક જ જમીન પર ઢળી ગયા બાદ મોત થઈ ગયું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વેપારીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા વેપારીનું નામ સુમિત હતું અને તેની ઉંમર માત્ર 24 વર્ષની જ હતી. નાની ઉંમરે સુમિત નું મોત થતા જ તેના પરિવારજનો અને વેપારી વર્ગમાં માતમ છવાયો હતો.
સુમિતનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહે છે. હાલમાં તો તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ સુમિતના મોતનું સાચું કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment