સુરતમાં દીકરાની નજર સામે માતાનું અકસ્માતમાં કરુણ મોત… પરિવારના સભ્યોએ અંગદાન કરીને માનવતા મહેકાવી…

અંગદાન એ જ મહાદાન… મિત્રો આજે આપણે સુરતમાં થયેલા વધુ એક અંગદાન ની વાત કરવાના છીએ. મૂળ મહારાષ્ટ્રના અને હાલમાં સુરતમાં રહેતા 54 વર્ષના જયાબેન નામની મહિલાનું નિધન થયા બાદ પરિવારના સભ્યોએ અંગદાન કરીને માનવતા મહેકાવી હતી.

પરિવારના સભ્યોએ અંગદાન કરીને દેવ દિવાળી પર ત્રણ લોકોના જીવનમાં નવી રોશની ભરી છે. વિગતવાર વાત કરીએ તો અમરેલીમાં શ્રીરામ નગર સોસાયટીમાં રહેતા જયાબેન 21 તારીખના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ પોતાના દીકરા યોગેશ સાથે બાઈક પર સવાર થઈને ઘરે જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં પાછળથી આવતા એક ડમ્પરે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં બાઇકની પાછળ બેઠેલા જયાબેન ઉછળીને રોડ પર પટકાયા હતા. એટલા માટે તેઓ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા.

ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી 108ની મદદથી જયાબેનને કિરણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં જયાબેનને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. મહિલાનું મોત થતા જ તેના પરિવારના સભ્યોમાં માતમ છવાઈ ગયો હતો.

ત્યારબાદ ડોક્ટરોએ મહિલાના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. અંગદાનનું મહત્વ સમજીને પરિવારના સભ્યોએ અંગદાન કરવા માટેની સહમતિ આપી હતી. ત્યારબાદ મહિલાના લીવર અને બે કિડનીનું અંગદાન કરવામાં આવ્યું હતું. મહિલાના અંગદાનના કારણે 3 લોકોને નવજીવન મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*