મિત્રો જૂનાગઢના ગિરનારની લીલા પરિક્રમા શરૂ થઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવ્યા છે. ત્યારે પરિક્રમા દરમિયાન બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઇતિહાસમાં કદાચ પહેલી વખત પરિક્રમાના રૂટ પર બોરદેવી નજીક વહેલી સવારે એક બાળકી પર દીપડાએ પ્રહાર કર્યા હતા.
દિપડો બાળકીને ઉઠાવીને દૂર લઈ ગયો હતો અને ત્યાં તેનો જીવ લાવી લીધો હતો. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. પછી શોધખોળ કરવામાં આવી ત્યારે બાળકીનું મૃતદેહ જ મળ્યું હતું.
દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી બાળકીની ઉંમર 11 વર્ષની હતી. બાળકી અમરેલી જિલ્લાના રાજુલાના વિક્ટર ગામની વતની હતી. દીકરી પોતાના પરિવારના સભ્યો સાથે ગિરનારની પરિક્રમામાં આવી હતી.
પરિક્રમા દરમિયાન દીકરી જંગલ વિસ્તારમાં સવારે ટોયલેટ માટે ગઈ હતી. આ દરમિયાન એક ખૂંખાર દિપડાએ તેના પર પ્રહાર કર્યો હતો અને બાળકીને ઉપાડીને જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. પછી તો પરિવારના સભ્યો દીકરીને છોડાવવા માટે દીપડાની પાછળ દોડી હતા.
પરંતુ ત્યાં સુધીમાં તો દીપડો જંગલમાં દૂર સુધી જતો રહ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન દીકરીનું મૃતદેહ જંગલમાંથી મળી આવ્યું હતું.
ત્યારબાદ દીકરીના મૃતદેહને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલી દીકરીનું નામ પાયલ હતું. માત્ર 11 વર્ષની દીકરીનું મોત થતા જ રસ્તા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment