દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જ જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઇન્સ્પેક્ટર પર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો છે. ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઘટનાને અંજામ આપીને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ મોદી રાત્રે એક પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના ઘરના દરવાજે હતા દરમિયાન તેમના ઉપર આરોપીએ ગોળી ચલાવી હતી અને તેમનો જીવ લઈ લીધો હતો. ઘટનાની માહિતી મળે ત્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
હાલમાં તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.મૃત્યુ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર નું નામ સતીશકુમાર હતું. દિવાળીના દિવસે તેઓ તેમની પત્ની અને દીકરી સાથે એક સંબંધીના ઘરે જમવા માટે ગયા હતા.
ત્યાંથી તેઓ રાત્રે લગભગ 2:00 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતાં. પછી તેઓ કારમાંથી નીચે ઉતરે છે અને ઘરનું દરવાજો ખોલે છે. ત્યારે એક બદમાશ તેમના ઉપર ગોળી ચલાવે છે અને તેમનો જીવ લઈ લે છે.
આ ઘટના બનતા સતીશકુમારના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. આરોપીએ સતીશ કુમારની દીકરી અને તેની પત્નીની નજર સામે જ સતીશકુમારનો જીવ લઈ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આરોપીને પકડવાની કામગીરી પણ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment