ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવ ખૂબ જ વધી ગયા છે. અત્યાર સુધીમાં હાર્ટ એટેક આવવાના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સાબરકાંઠામાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.
સાબરકાંઠાના તલોદમાં હાર્ટ એટેક આવવાના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં ક્રિકેટ રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતું. પામેલા યુવકની ઉંમર 35 વર્ષની હતી અને તે એક શિક્ષક હતો.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ પંકજકુમાર દશરથભાઈ પટેલ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. તે દેહગામ તાલુકાના રખિયાલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. મળતી માહિતી અનુસાર પંકજકુમાર પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. પછી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં હાજર ડોક્ટરે પંકજકુમારની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પંકજકુમારના મોત ના સમાચાર મળતા જ પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર પંકજ પટેલ દિવાળીના તહેવાર પર પોતાના વતનમાં આવ્યા હતા. અહીં તેઓ પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. નાની ઉંમરે જ પરિવારના દીકરાનું મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment