દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અમુક વખત અકસ્માતની ઘટનામાં એક જણાની ભૂલના કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.
આ અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિ અને તેની પત્નીને ભયંકર અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કારણોસર બંનેનું કરુણ મોત થયું છે. પતિ-પત્નીને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટનામાં સૌપ્રથમ પત્નીનું મોત થયું હતું. પછી પતિનું પણ મોત થયું હતું.આ અકસ્માતની ઘટના હરિયાણાના ફરીદાબાદમાં બની હતી. અકસ્માતની ઘટના મોડી સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. વૃદ્ધ પતિ પત્ની ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન પાછળથી આવતા કોઈ અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનામાં પતિની નજર સામે પત્નીનું મોત થઈ ગયું હતું.
ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં પહોંચતા જ તેમનું પણ મોત થઈ ગયું હતું. એક જ દિવસે પરિવારના બે સભ્યોના મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘટનાને લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં તો મૃત્યુ પામેલા પતિ પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment