સુરતમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. સુરત શહેરના સચીન જીઆઇડીસી એક મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. મહિલાને ત્રણ મહિનાનો ગર્ભ હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને સચિને જીઆઇડીસી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ ગીતા અનિલ ગૌતમ હતું અને તેની ઉંમર 33 વર્ષની હતી. મહિલા સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ શિવનગરમાં પોતાના પતિ અને ત્રણ દીકરીઓ સાથે રહેતી હતી. મહિલાનો પતિ અનિલ સાડી પ્રિન્ટિંગ માટેના મશીન બનાવતી કંપનીમાં કામ કરીને પોતાના પરિવારનો ગુજરાને ચલાવતો હતો.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી ગીતાને ત્રણ મહિનાનો ગર્ભ હતો. ગીતા શુક્રવારના રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસેના ખાનગી મેડિકલ પાસે પહોંચી હતી. અહીં તેને મેડિકલ પરથી ગર્ભપાતની દવા લીધી હતી.
ત્યારબાદ તે દવા લઈને ઘરે આવી ગઈ હતી. પછી તો અચાનક જ ગીતાની તબિયત બગડી ગઈ હતી. એટલે પરિવારના સભ્યો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગીતા ની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.
ગીતાનું મોત કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં ગીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ જાણવા મળશે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને જીઆઇડીસી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment