હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રક ચાલકે ત્રણ મજૂરને કચડી નાખ્યા હતા અને એક મજૂરને ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાઘરસ્ત થયેલા બે મજૂરના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ત્રીજા મજુરનું આજ રોજ સવારે સારવાર દરમિયાન મોત થયું છે.
જ્યારે અન્ય એક મજૂરની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે બાઈકમાં પેટ્રોલ ખતમ થઈ જતા મજૂરો ચાલીને ઘરે જઈ રહ્યા હતા.
આ દરમિયાન રાત્રે લગભગ 12:00 વાગ્યાની આસપાસ એક ટ્રક ચાલકે તેમને કચડી નાખ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા છે અને એકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ અકસ્માતની ઘટના ભોપાલમાંથી સામે આવી રહી છે. શુક્રવારના રોજ રાત્રિના સમયે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફેક્ટરી માંથી કામ કરીને ચાર મજૂરો ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની બાઈકનું પેટ્રોલ ખતમ થઈ જતા તેઓ ચાલીને ઘરે જતા હતા.
ત્યારે એક ટ્રક ચાલકે તેમને કચડી નાખ્યા હતા. જેમાંથી બે મજૂરોના ઘટના સ્થળે મોત થયા હતા. એક મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય એક મજૂરની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા અને હોસ્પિટલમાં તેમને હૈયાફાટ રૂદન કર્યું હતું.
ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. હાલમાં પોલીસે ફરાર થયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment