બાઈક લઈને સંબંધીના ઘરે જતા માતા અને દીકરાને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… માં-દીકરાનું કમકમાટીભર્યું મોત…

આજકાલ અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલા અને તેના દીકરાનું મોત થયું છે. અકસ્માતની ઘટનામાં માં-દીકરાનું એક સાથે મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

અકસ્માતની ઘટના મુરાદાબાદમાંથી સામે આવી રહે છે. મળતી માહિતી અનુસાર 45 વર્ષની મહિલા પોતાના 19 વર્ષના દીકરા સાથે બહારગામ જાઈ રહી હતી. આ દરમિયાન તેમની બાઈક એક રિક્ષા સાથે અથડાઈ હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.

આ અકસ્માતની ઘટના ગુરુવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે બેઠા થઈ ગયા હતા. પછી ઘટનાની જાણ પોલીસને આપવામાં આવી હતી.

મા અને દીકરા નું અકસ્માતમાં દર્દનાક મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. આ ઘટના બનતા જ બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*