ગુજરાતમાં સતત હાર્ટ એટેક ની ઘટનાઓ વધી રહે છે. ખાસ કરીને ગુજરાતના રાજકોટ શહેર અને સુરત શહેરમાં હાર્ટ એટેકના બનાવ ખૂબ જ વધ્યા છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 27 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટનામાં હાર્ટ એટેક આવવાના કારણે 27 વર્ષના સંજય ચૌહાણનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર સુરત શહેરના બમરોલી વિસ્તારમાં એક યુવક ગેરેજ ચલાવીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો. સંજય પોતાના ઘરે હતો ત્યારે તેની અચાનક જ તબિયત બગડી ગઈ હતી અને પછી તેને હાર્ટ એટેક આવ્યો હતો.
એટલા માટે તે ઘરે જ જમીન પર ઢળી પડ્યો હતો. પછી પરિવારના સભ્યો સંજયને ઉપાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સંજયને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા સંજયના પરિવારમાં ત્રણ બહેનો એક ભાઈ અને તેના માતા પિતા છે.
સંજયનું દુઃખદ નિધન થતાં જ હસતો ખેલતો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 20 થી પણ વધારે લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ હાર્ટ એટેકની ઘટના અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બની રહે છે.
આવી જ ઘટના ગઈકાલે પંચમહાલના ગોધરામાં બની હતી. અહીં 26 વર્ષના એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. યુવકને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment