દેશભરના અલગ અલગ વિસ્તારમાં દરરોજ ઘણી સુસાઇડની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખેડૂતે જંતુનાશક દવા આપીને સુસાઇડ કર્યું છે. ખેડૂતના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર ખેડુતે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ ખેડૂતને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના ડોક્ટરે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા. પ્રતિ માહિતી અનુસાર સુસાઇડ કરનાર ખેડૂત પાઈલ્સની બીમારીથી પીડિત હતા.
જેના કારણે ખેડૂતે સુસાઇડ કરી લીધું છે. તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. સુસાઇડ કરનાર ખેડૂતનું નામ સુરેશભાઈ હતું અને તેમની ઉંમર 43 વર્ષની હતી. આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, ખેડૂતો સુરેશભાઈ છેલ્લા ચાર પાંચ મહિનાથી બીમારીથી પીડિત હતા.
ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું પરંતુ સુરેશભાઈ ઓપરેશન કરવાની ના પાડી હતી અને તેઓ બીમારીની દવા લેતા હતા. બુધવારના રોજ સુરેશભાઈ ખેતરે ગયા પછી ઘરે પરત ફરિયા નહી. પછી સાંજના સાત વાગ્યાની આસપાસ સુરેશભાઈ જંતુનાશક દવા પી લીધી હતી.
પછી સુરેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બીમારીથી પરેશાન થઈને સુરેશભાઈએ આ પગલું ભર્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment