સાળાની દુકાનમાં નોકરી કરતા જીજાજીનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… જુઓ મોતની ઘટનાના CCTV ફૂટેજ…

આજકાલ હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વડોદરાના નાગરવડામાં રહેતા અને કુવેતમાં શાળાની ટ્રેલરિંગની દુકાનમાં નોકરી કરતા વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વાતના સમાચાર મળતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, હાર્ટ એટેક આવવાના કારણે મોત થનાર વ્યક્તિનું નામ પ્રકાશભાઈ ચૌહાણ હતું. પ્રકાશભાઈ ચૌહાણનો સાળો રાકેશ રાઠોડ અરબ અમીરતમાં ટ્રેલરિંગ ની દુકાન ચલાવે છે. અહીં પ્રકાશભાઈ કામ કરતા હતા.

જાણવા મળી રહ્યું છે કે રવિવારના રોજ પ્રકાશભાઈ દુકાનમાં કામ કરી રહ્યા હતા. આ ઉપરાંત 7 થી 8 જેટલા કર્મચારીઓ પણ ત્યાં દુકાનમાં કામ કરતા હતા. ત્યારે અચાનક જ પ્રકાશભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાં હાજર લોકો કાંઈ સમજે તે પહેલા તો હાર્ટ એટેક આવવાના કારણે પ્રકાશભાઈનું મોત થયું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ પ્રકાશભાઈના મૃતદેહને અમદાવાદ લાવવાનું હતું અને પછી ત્યાંથી મૃતદેહ વડોદરામાં લાવવામાં આવશે. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પ્રકાશભાઈ નું મોત થતા જ 15 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*