દેશભરમાં સુસાઇડના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના માતા પિતાએ તેના સાસરીયા પર ઝેર આપીને જીવ લેવાનો આરોપ લગાવ્યો છે.
મૃત્યુ પામેલી મહિલાનું નામ પ્રતિમા કુમારી હતું. આ સોસાયટીની ઘટના પટના માંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે મહિલાએ ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
જ્યાં સવારે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. મહિલાના મોતના સમાચાર મળતા જ પિયર પક્ષના લોકો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલી મહિલાનો પતિ પટના પોલીસ સ્ટેશનમાં ડાયલ 112 માં ડ્રાઇવર છે. ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના સાસરિયાંઓ ફરાર થઈ ગયા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં પોલીસે મહિલાના પરિવારજનોનું નિવેદન નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment