ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે અને ખાસ કરીને રાજકોટમાં સતત હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પડઘરીના રંગપર ગામના શિક્ષકનું અચાનક જ હૃદય બેસી જતા કરોડ મોત થયું છે.
આ ઘટના બનતા જ શિક્ષકના પરિવારના સભ્યો અને સ્કૂલના સ્ટાફમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા શિક્ષકનું નામ દિલીપભાઈ કાનજીભાઈ વેકરીયા હતું અને તેમની ઉંમર 43 વર્ષની હતી. દિલીપભાઈ રંગપર ગામમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. દિલીપભાઈ સવારે ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેમને ગભરામણ થવા લાગી હતી અને પછી તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. પછી તો દિલીપભાઈને પરિવારના સભ્યો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ અહીં હોસ્પિટલમાં ઇમર્જન્સી વિભાગના ડોક્ટરે દિલીપભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. દિલીપભાઈના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલીપભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
તેઓ બે ભાઈઓ અને એક બહેનમાં બીજા નંબરે હતા. દિલીપભાઈને સંતાનમાં એક દીકરી છે. તેમનું મોત થતાં જ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. દિલીપભાઈ લોધુકાના નાના વડા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment