સમગ્ર ગુજરાત રાજ્યમાં નાની ઉંમરના યુવાનો અને યુવતીઓમાં હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. સતત વધતા હાર્ટ એટેકના બનાવનાર કારણે ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે.
સુરતના સચિન GIDCમાં 36 વર્ષની મહિલા હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મહિલા શૌચાલય માંથી બહાર નીકળે ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ આબિદા હતું અને તેમની ઉંમર 36 વર્ષની હતી. મહિલા સુરતના જીઆઇડીસી વિસ્તારમાં પોતાના પરિવારજનો સાથે રહેતી હતી. મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહિલા ગઈકાલે પોતાના ઘરે કામ કરીને શૌચાલયમાં ટોયલેટ કરવા ગઈ હતી. જ્યારે તેઓ ટોયલેટ માંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. પછી તેમને આ વાતની જાણ પરિવારના સભ્યોને કરી હતી.
એટલે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અહીં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment