આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રેક્ટરની નીચે કચડાઈ જવાના કારણે એક ખેડૂતનું મોત થયું છે. ખેડૂતનું મોત થતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
ખેડૂત ટ્રેક્ટર લઈને ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનાના 4 કલાક બાદ ખેડૂતના બાળકોએ પિતાને ટ્રેક્ટરની નીચે કચડાઈ ગયેલા જોયા હતા. ઘટનાની માહિતી મળતા જ ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
પછી ટ્રેક્ટરની નીચેથી ખેડૂતના મૃતદેહને બહાર કાઢ્યું હતું અને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દુઃખદ ઘટના રાજસ્થાનના જેસલમેરમાંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલા ખેડૂતનું નામ લક્ષ્મણસિંહ હતું અને તેમની ઉંમર 45 વર્ષની હતી.
શનિવારના રોજ લક્ષ્મણસિંહ પોતાના ખેતરમાં ટ્રેક્ટર લઈને કામ કરી રહ્યા હતા. તેઓ બપોરે ઘરે આવશે તેવું કહીને તેઓ ઘરેથી નીકળ્યા હતા. ત્યારે ટ્રેક્ટરમાં અચાનક આજે તેમને ટ્રેક્ટરના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અને તેઓ ટ્રેક્ટરની નીચે દબાઈ ગયા હતા.
પછી તો બપોર થઈ ગઈ છતાં પણ લક્ષ્મણસિંહ ઘરે જમવા ન આવ્યા એટલે પરિવારના સભ્યોએ બાળકોને તેમને બોલાવવા માટે મોકલ્યા હતા. આ દરમિયાન બાળકોએ ખેતરમાં પલટેલું ટ્રેક્ટર જોયું હતું અને પિતાને નીચે દબાઈ ગયેલા જોયા હતા. પછી તરત જ બાળકો દોડીને ઘરે ગયા હતા અને આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને કરી હતી.
પછી ગામના લોકોને પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ લક્ષ્મણસિંહના મૃતદેહને ટ્રેક્ટરની નીચેથી બહાર કાઢ્યું હતું અને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment