આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે તેને જોઈને આપણને નવાઈ લાગે છે અને અમુક વખત આપણને હસવું પણ આવે છે. મોટાભાગે મોટા પરિવારો સામે મોટું ફોર વ્હીલર પણ નાનું દેખાવા લાગે છે. એક તરફ મોટા લોકોને બેસવા માટે સીટ જોઈએ આવી સ્થિતિમાં જ્યારે બાળકો માટે કોઈ બેઠક બાકી નથી,
ત્યારે ઘણી વખત મોટા બાળકોને ખોળામાં બેસાડવામાં આવે છે.જો બાળકો થોડા મોટા હોય તો તેમને ખોળામાં અથવા બીજે કાંઈક એડજસ્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં ઘણી વખત કેટલાક લોકો એવો જુગાડ કરતા હોય છે, જે ક્યારેક લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક મહિલા જુગાડ કરતી જોવા મળે છે. પરિવારથી ભરેલી કારમાં બાળકોને બેસાડવા માટે સંપૂર્ણપણે અલગ જુગાડ જે તમને પણ હસાવશે. આ વિડીયો ઘણો જૂનો છે પરંતુ ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો આ વિડીયો પાકિસ્તાનના કરાચીનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક પાકિસ્તાની પરિવાર એ પોતાની કારમાં એવી રીતે ફેરફાર કર્યો છે કે જોનારા જોતા જ રહી જાય. વીડિયો જોઈને સમજી શકાય છે કે તેમાં એક અલગ જ પ્રકારનું જુગાડ જોવા મળી શકે છે.
Transporting kids in a very dangerous way 😳 pic.twitter.com/cVSpuOg707
— Crazy Clips (@crazyclipsonly) October 17, 2023
ઘણા લોકો આ જુગાડના વખાણ કરી રહ્યા છે જ્યારે ઘણા લોકો આ જુગાડને જોખમી ગણી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ બાળકો કારના ટ્રંકમાં બેઠેલા જોવા મળે છે. આ સમય દરમિયાન બાળકો કારની દિશામાં નહીં પરંતુ પાછળની તરફ હોય છે. આ દરમિયાન તેમની સામે એક જાળી પણ લગાવવામાં આવી છે જે એક રીતે પિંજરાથી ઓછી નથી લાગતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો કરાચીમાં કેપ્ચર કરવામાં આવ્યો છે. આ જુગાડ વિડિયો 17 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 2.8 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 17 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment