ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. ત્યારે અમરેલીમાં બનેલી હાર્ટ એટેક ની ઘટનાના સીસીટીવી ફૂટેજો સામે આવી રહ્યા છે. આ ઘટનામાં ચાલુ છકડા રિક્ષામાં છકડા ચાલકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો.
આ કારણોસર તેમનું કરુણ મોત થયું છે. ચાલુ છકડામાં અચાનક જ હાર્ટ એટેક આવતા તેઓ છકડામાંથી નીચે પડી ગયા હતા અને છકડો રોડની સાઈડમાં ઉતરી ગયો હતો. સમગ્ર દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામથી બાબરા શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ પાસે ઓધડભાઈ મુંધવા પોતાની છકડો રીક્ષા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની રિક્ષામાં ત્રણ લોકો સવાર હતા.
ચાલુ છકડા રીક્ષામાં ચાલકને અચાનક જ આવ્યો હાર્ટ એટેક, રીક્ષા ચાલકનું કરુણ મોત…જુઓ મોતનો લાઈવ વિડિયો… pic.twitter.com/uDBE4Ryv10
— GUJJU ROCKZ (@gujju_rockz) October 19, 2023
ત્યારે ચાલુ રિક્ષામાં અચાનક જ ઓધડભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેઓ રિક્ષામાંથી નીચે પડી ગયા હતા. જ્યારે છકડો રીક્ષા રોડની સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઘટનાની માહિતી 108 ની ટીમને આપવામાં આવી હતી.
પછી ઓધડભાઈને બાબરા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ મૃતકના પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટના બની ત્યારે છકડો રિક્ષામાં સવાર ત્રણ ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment