આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કરતી વખતે એક ઝડપી ટ્રક ચાલકે એક બાઈક અને સામેથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર હેડ કોન્સ્ટેબલ અને તેના સાથી મિત્રોનું ઘટનાસ્થળે મોત થયું હતું.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા બંને લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
આ અકસ્માતની ઘટના કાનપુરમાંથી સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પોલીસ હેડ કોન્સ્ટેબલનું નામ સંતોષકુમાર હતું અને તેમની ઉંમર 55 વર્ષની હતી. સંતોષ કુમારના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરાઓ છે. તેમનો મોટો દીકરો આયુષ કાનપુરમાં અભ્યાસ કરે છે.
એટલે સંતોષકુમાર પોતાના દીકરાને મળવા માટે કાનપુર ગયા હતા, આ દરમિયાન તેમની સાથે તેમનો એક સાથી મિત્ર પણ હતો. જ્યારે સંતોષકુમાર પોતાના દીકરાને મળીને બાઈક પર પોતાના મિત્ર સાથે ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સામેથી આવતા ઝડપી ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં હેડ કોન્સ્ટેબલ સંતોષકુમાર અને તેમના સાથી મિત્રને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર બંનેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. ઘટના બન્યા બાદ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.
પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment