બાઈક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર જતા બાઈક સવાર યુવકનું મોત… 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બાઈક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ચાર બહેનોના એકના એક ભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દીકરાના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના બિકાનેર માંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ કમલેશ હતું. કમલેશ તેના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં રુદ્ર પેટ્રોલ પંપ પાસે એક ટ્રેક્ટર ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં કમલેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે અકસ્માતની ઘટનામાં કમલેશના મિત્રને ઇજા પહોંચી ન હતી.

આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ રાત્રિના સમયે બની હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉપરાંત પોલીસે ટ્રેક્ટર જપ્ત કરી રહ્યા લીધું છે. મૃત્યુ પામેલો કમલેશ ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો.

કમલેશના પિતા સાથે ચાર વર્ષ પહેલા એક ભયંકર અકસ્માત સર્જાયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને કરોડરજ્જુમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણસર તેઓ સતત ખાટલામાં રહેતા હતા. તેવામાં જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*