સુરત શહેરમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી રહી છે. સુરત શહેરના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં 30 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો.
તે અહીં કારખાનામાં તેની સાથે કામ કરી રહેલા કારીગર મિત્ર સાથે રાત્રે સૂતો હતો. પછી બીજા દિવસે સવારે યુવક ઊંઘમાંથી ઉઠ્યો જ નહીં. એટલે તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
અહીં હાજર ડોક્ટરે યુવકની તપાસ કરી આબાદ તેને મૃત જાહેર કર્યો હતો અને એવી શંકા છે કે યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલા ત્રીસ વર્ષના યુવકનું નામ રાધાકૃષ્ણ હતું. ગઈકાલે રાત્રે રાધાકૃષ્ણ પોતાના મિત્ર સાથે કારખાનામાં સૂતો હતો.
ત્યારે આજરોજ સવારે મિત્રએ રાધા કૃષ્ણ ને જગાડ્યો પરંતુ તે ઉઠ્યો નહીં. પછી 108ની મદદથી રાધાકૃષ્ણને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાધાકૃષ્ણનું ઊંઘમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
હાલમાં તો તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃત્યુનો સાચો કારણ જાણવા મળશે. હાલમાં ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment