માતાએ પોતાના 2 નાના-નાના બાળકો સાથે પાણીની ટાંકીમાં કુદીને સુસાઈડ કરી લીધું… જાણો એવું તો શું બન્યું હશે…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાના બે બાળકો સાથે ઘરમાં ટાંકામાં કૂદીને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા આજે ત્રણેયનું કરુણ મોત થયું છે.

મળતી માહિતી અનુસાર, મહિલાને અને તેના બંને બાળકોને પડોશી એ ટાંકામાંથી બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ત્રણેયની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના રાજસ્થાનના સાંચોરમાંથી સામે આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે, પતિ સાથે ઝઘડો થયા બાદ મહિલાએ પોતાના બે બાળકો સાથે પાણીના ટાંકામાં કૂદીને સુસાઇડ કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રામ દેવસી નામનો યુવક પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે.

ગઈકાલે સવારે 11 વાગ્યાની આસપાસ રામદેવસી અને તેની પત્ની પિન્ટા વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થયા બાદ પતિ ઘરની બહાર ચાલ્યો ગયો હતો. પછી બપોરે 1.30 વાગ્યાની આસપાસ પિન્ટાએ તેના બે બાળકો સાથે ઘરમાં પાણીના ટાંકામાં કૂદી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, રામ દેવસી નામનો યુવક સફરજન અને કેળા વેચીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. બે મહિના પહેલા યુવકે પોતાની પત્નીને કોઈક યુવક સાથે ફોન પર વાત કરતા જોઈ હતી. ત્યાર પછી યુવકે તેની પત્નીને ખૂબ જ સમજાવી હતી.

જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે આ બાબતને લઈને યુવક અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ મહિલા પોતાના બે બાળકો સાથે પાણીની ટાંકીમાં કુદીને સુસાઇડ કરી લીધું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે મૃતકોના પરિવારજનોના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*